All District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .


Monday 18 November 2013

શિક્ષણ વિભાગે નોકરીનો પટારો ખોલ્યોઃ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે ૬૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે


  • શિક્ષણ વિભાગે નોકરીનો પટારો ખોલ્યોઃ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે ૬૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે
  • બે વર્ષમાં ભરતીનો ત્રીજો રાઉન્ડઃ ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે સૌથી વધુ જગ્યાઓ
  • અમદાવાદ તા.૧૮: ગુજરાતની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે શિક્ષણ વિભાગ ૬૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે. હાલની ૨ લાખ શિક્ષકોની ફોજમાં વધુ ૬૦૦૦ શિક્ષકોને જોડવામાં આવશે. આ માટે પસંદગી અને ભરતીની પ્રક્રિયા સ્પટેમ્બરમાં લેવાયેલી ટેટની પરીક્ષા સાથે જ શરૃ થઇ ગઇ છે. જોકે વિષયોને આખરી ઓપ આપવાનો હજુ બાકી છે. મોટા ભાગની જગ્યાઓ ગણિત અને વિજ્ઞાનના વિદ્યાસહાયકો માટે છે. આ વિષયોના શિક્ષકોની અછતને લીધે ચાલુ શૈક્ષણિક સત્રના શરૃઆતથી જ આ વિષયો શિક્ષણ વિભાગના કેન્દ્રમાં છે.
  • હાલમાં રાજ્યમાં આશરે ૩૩,૯૦૦ પ્રાથમિક શાળાઓ છે. જેમાં ૫૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં શિક્ષકોના પદોની ભરતીનો આ ત્રીજો રાઉન્ડ છે. ગયા વર્ષે ૮,૮૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી. જેમાં ૩,૦૦૦ પદો ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે હતા.
  • ગયા મહિને શિક્ષણ વિભાગે રાજ્યના તમામ ડીઇઓને તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો પર સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ વિષયો માટે નવી જગ્યાઓ ઉભી કરવા માટે આ કસરત કરવામાં આવી હતી.
  • ૨૦૧૨માં શિક્ષણના અધિકાર કાયદાના અમલ સાથે શિક્ષણ વિભાગે સરકારી પ્રાથમિક શાળાઓ માટે નવી હજારો જગ્યાઓ ઉભી કરવાનો નિર્ણય લીધો હતો, ખાસ કરીને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં.

No comments:

Post a Comment